- આ યાદીમાં પાકિસ્તાન છઠ્ઠા નંબર પર છે, જ્યારે ભારત 13માં અને અમેરિકા 30માં સ્થાને છે.
- Global Terrorism Index (GTI) એ Institute for Economics and Peace દ્વારા પ્રકાશિત વાર્ષિક રેન્કિંગ છે.
- આ યાદીમાં અફઘાનિસ્તાન સિવાય બુર્કિના ફાંસો, સોમાલિયા, માલી અને સીરિયાનો ટોપ 5 માં સમાવેશ થાય છે.
- Global Terrorism Index (GTI) દ્વારા 163 દેશોને રેન્ક આપવામાં આવ્યો.
- GTI ચાર માપદંડોને આધારે આપવામાં આવે છે જેમાં દર વર્ષે આતંકવાદી ઘટનાઓની સંખ્યા, દર વર્ષે આતંકવાદીઓ દ્વારા થતી જાનહાનિની સંખ્યા, દર વર્ષે આતંકવાદીઓ દ્વારા થતી ઇજાઓની સંખ્યા અને દર વર્ષે આતંકવાદને કારણે કુલ મિલકતને નુકસાનનો સમાવેશ થાય છે.
- આ ઇન્ડેક્સની શરૂઆત વર્ષ 2000 થી આપવામાં આવે છે.
- GTI એ ગ્લોબલ ટેરરિઝમ ડેટાબેઝ (GTD) ના ડેટા પર આધારિત છે જે મેરીલેન્ડ યુનિવર્સિટી ખાતેના National Consortium for the Study of Terrorism and Response to Terrorism (START) દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
- GTI ની આ યાદીમાં ચીન સામેલ નથી.