ઓસ્કાર પુરસ્કાર 2023ની જાહેરાત કરવામાં આવી.

  • આ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર Everything Everywhere All at Once ને અપાયો હતો જ્યારે શ્રેષ્ઠ ડાયરેક્ટરનો પુરસ્કાર આ જ ફિલ્મ માટે ડેનિયલ કૉન અને ડેનિયલ શેનર્ટને અપાયો હતો.
  • શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર બ્રેન્ડન ફ્રેશરને ધી વ્હેલ માટે તેમજ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મિશેલ યેને Everything Everywhere All at Once માટે અપાયો હતો.
  • બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મનો પુરસ્કાર Navalny ને તેમજ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો પુરસ્કાર ભારતની The Elephant Whisperers ને અપાયો છે.
  • સંગીતમાં બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો પુરસ્કાર વોલ્કર બર્ટલમેનને All Quiet on the Western Front માટે તેમજ બેસ્ટ ઓરિજિનલ સોંગનો પુરસ્કાર ભારતના સંગીતકાર એમ. એમ. કીરવાની (એમ. એમ. ક્રીમ)ને ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુ માટે અપાયો છે.
  • ઓસ્કાર પુરસ્કારની આ 95મી આવૃતિ હતી જેના માટેનો સમારંભ લોસ એન્જેલસ ખાતેના ડોલ્બી થિયેટર ખાતે રખાયો હતો.
  • આ કાર્યક્રમને હોસ્ટ પ્રસિદ્ધ કોમેડિયન જિમ્મી કિમેલે કર્યો હતો.

ઓસ્કાર વિજેતા ભારતીયો

  • વર્ષ 2023ની સ્થિતિએ ભારતને કુલ 7 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે.
  • સૌપ્રથમ 1958માં ભારતની Mother India ફિલ્મ નોમિનેટ થઇ હતી, જો કે તેને પુરસ્કાર મળ્યો ન હતો.
  • સૌપ્રથમ વર્ષ 1983માં 'ગાંધી' ફિલ્મ માટે ભાનુ અઠૈયાને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર મળ્યો હતો.
  • ત્યારબાદ વર્ષ 2009માં ફિલ્મ સ્લમડોગ મિલેનિયર માટે રસુલ પુકુટી (બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ), ગુલઝાર (લિરિક્સ), એ. આર. રહેમાન (બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર) એમ કુલ ચાર પુરસ્કાર મળ્યા હતા.
  • વર્ષ 2023માં ફિલ્મ RRR માટે એમ. એમ. ક્રીમને બેસ્ટ ઓરિજિનલ સ્કોર તેમજ કાર્તિકી ગોન્સાલ્વિઝ અને ગુનીત મોંગાને The Elephant Whisperers માટે બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી માટેનો પુરસ્કાર મળ્યો છે.
India won 2 awards in Oscar Awards.

Post a Comment

Previous Post Next Post