ઈસરો દ્વારા દાયકા જૂના ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડવામાં આવશે.

  • ઈસરો દ્વારા તેના કાર્યકાળને પૂરો કરી ચૂકેલા હવામાન ઉપગ્રહ 'Megha-Tropiques-1 (MT 1)' ને પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રવેશ કરાવી ત્યારબાદ તેને તોડીને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડવામાં આવશે. 
  • મેઘા ટ્રોપિક્સ-1ને 12 ઓક્ટોબર, 2011ના રોજ ઉષ્ણકટિબંધીય હવામાન અને જળવાયુના અભ્યાસ માટે ઈસરો અને ફ્રાંસની અંતરીક્ષ એજન્સી CNES દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 
  • ઉપગ્રહ મિશનનો કાર્યકાળ ૩ વર્ષનો હતો. પરંતુ ઉપગ્રહ હલ સુધી કાર્યરત છે.
  • MT 1 ઉપગ્રહને તેના કાર્યકાળના સમાપન બાદ સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટર એજન્સી સ્પેસ ડેબરીસ કો-ઓર્ડિનેશન કમિટીના નિર્દેશો મુજબ પૃથ્વીની નીચલી કક્ષામાંથી એવી કક્ષામાં લાવવાનો છે કે, તેનો લાઈફટાઈમ 25 વર્ષથી ઓછો થઈ જાય. 
  • લગભગ 1000 કિલોગ્રામ વજનનો ઉપગ્રહ મેઘા ટ્રોપિક્સ 867 કિલોમીટરની ઊંચાઈ પર 100 વર્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે.
  • આ ઉપગ્રહમાં મિશન સમયે ભરવામાં આવેલા ઈંઘણમાંથી કુલ 120 કિલોગ્રામ જેટલું ખર્ચ થઈ શક્યું નહતું. આથી આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરના એક નિર્જન સ્થળ પર તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ISRO will crash a decade old satellite into the Pacific Ocean

Post a Comment

Previous Post Next Post