ISRO દ્વારા સેના માટે 'Intelligence Military Satellite' બનાવવામાં આવશે.

  • આ સેટેલાઇટનું નામ સંભવતઃ 'GSAT-7B' રાખવામાં આવશે.
  • આ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા NewSpace India Limited (NSIL) સાથે રૂ. 2963 કરોડનો કરાર કરવામાં આવ્યો.
  • દેશની પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન અને પૂર્વ સરહદ એટલે કે ચીન પર નજર રાખવા માટે આ સેટેલાઈટ વિકસાવવામાં આવશે.  
  • આ ઉપગ્રહ 5 ટન ધરાવતો પ્રથમ લશ્કરી ઉપગ્રહ છે જેને ISRO દ્વારા દેશમાં જ વિકસાવવામાં આવશે.
  • GSAT-7B એક અદ્યતન સંચાર ઉપગ્રહ હશે જે ભારતીય સેનાના કોઈપણ મિશન વિશે સચોટ માહિતી આપશે.  
  • ઉપરાંત દુશ્મનના હથિયારો, એર સ્ટ્રાઈક અથવા સર્જિકલ સ્ટ્રાઈક જેવા મિશનને પાર પાડવામાં પણ મદદ કરશે.  
  • તે એક જીઓસ્ટેશનરી સેટેલાઇટ પણ હશે જે વાસ્તવિક સમયના ફોટોગ્રાફ લઈ શકશે અને આ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ દ્વારા સર્વેલન્સ કરવાનું સરળ બનશે.
ISRO will make intelligence military satellite for army

Post a Comment

Previous Post Next Post