- આ બિલ ગયા વર્ષે ઑગષ્ટ મહિનામાં ચોમાસુ સત્ર દરમિયાન પ્રસ્તુત કરાયું હતું જેને પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી પાસે પરીક્ષણ માટે મોકલાયું હતું, જે કમિટીના વડા જયંત સિન્હા છે.
- આ બિલ મુખ્ય કાયદામાં બહુ મહત્વપૂર્ણ બદલાવ અંગેનું છે જેમાં સંસ્થાના દાયરાનો વિસ્તાર સહિતના પાસાઓનો સમાવેશ થાય છે.
- આ બિલમાં Competition Commission of India (CCI) માટે અમુક પ્રકારની લેવડ-દેવડ પર આદેશ આપવાની સમય સીમાને 210 દિવસથી ઘટાડીને 150 દિવસ કરવાનો પ્રસ્તાવ પણ છે.
- આ સિવાય દલીલ ઓછી થાય તેમજ વિવાદોનું સમાધાન સરળ તેમજ ઝડપી થાય તે પ્રકારની વ્યવસ્થા પ્રદાન કરવાના પણ પ્રસ્તાવ છે.
- બિલ મુજબ અમુક અપરાધોને અપરાધની શ્રેણીમાંથી બહાર રખાયા છે તેમજ દંડની પ્રકૃતિને નાગરિક દંડમાં બદલવામાં આવ્યા છે.