કેન્દ્ર સરકાર દ્વારા દુર્લભ બીમારીઓની દવાઓ પરની કસ્ટમ ડયુટી સરકારે નાબૂદ કરવામાં આવી.

  • કેન્દ્ર સરકાર દ્વારા 'રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ 2021 (National Policy for Rare Diseases 2021)' હેઠળ દુર્લભ રોગોની સારવારના સંબંધમાં વ્યક્તિગત ઉપયોગ માટે વિશેષ તબીબી હેતુ માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને ખાદ્ય ચીજોને કસ્ટમ ડયુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી જે છૂટ 1 એપ્રિલથી અમલમાં આવશે.
  • ઉપરાંત સરકારે વિવિધ કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતા પેમ્બ્રોલિઝુમાબ (કીટ્રુડા) ને પણ મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે.
  • સામાન્ય દવાઓ પર 10% ની મૂળભૂત કસ્ટમ ડયુટી, જ્યારે જીવન બચાવતી દવાઓ/રસીની અમુક શ્રેણીઓ પર 5%  અથવા શૂન્ય કસ્ટમ્સ ડયુટીનો રાહત દર કરવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી અથવા ડયુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સારવાર માટે સૂચવવામાં આવેલી દવાઓ માટે પહેલાથી જ મુક્તિ આપવામાં આવી છે.
Central government abolishes basic customs duty on treatment of rare diseases

Post a Comment

Previous Post Next Post