- તેઓ સોફ્ટવેર અને રોબોટિક્સ એન્જિનિયર લાયકાત ધરાવે છે.
- આ કાર્યક્રમ ચંદ્ર પર લાંબા ગાળાની હાજરી માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની તૈયારીઓનું નિયમન કરશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્ર અને મંગળ પર એજન્સીની માનવ સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે જેથી કરીને સમગ્ર માનવતા તેનો લાભ લઈ શકે અને મનુષ્યને લાલ ગ્રહ (મંગળ) પર મોકલી શકાય.
- અમિત ક્ષત્રિય ચંદ્ર અને મંગળ પર માનવ મિશનના આયોજન અને અમલીકરણ માટે જવાબદાર રહેશે.
- અગાઉ તેઓએ 'Space Launch System, Orion, and Exploration Ground Systems programs'નું નિર્દેશન અને નેતૃત્વ કર્યું છે.
- તેઓએ વર્ષ 2003માં સ્પેસ પ્રોગ્રામમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
- વર્ષ 2014 થી 2017 સુધી તેઓ સ્પેસ સેન્ટર ફ્લાઈટ ડાયરેક્ટરના પદ પર રહ્યા.