મુંબઈ વર્ષ 2022માં સૌથી વધુ વૃક્ષો ધરાવતા શહેરોમાં સામેલ કરવામાં આવ્યું.

  • ભારતની વાણિજ્યિક રાજધાની ગણાતી મુંબઈને કોંક્રિટ જંગલ તરીક 'World's Tree Cities 2022' ની યાદીમાં સતત બીજા વર્ષે સામેલ કરવામાં આવ્યું.
  • BMCને આર્બર ડે ફાઉન્ડેશનસ(ADF) દ્વારા TCW પ્રમાણપત્ર આપવામાં આવ્યું.  
  • United Nations Food & Agriculture Organisation (FAO) અને Arbor Day Foundation (ADF) દ્વારા 'World Tree City (TCW)' કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે તેઓએ સયુંક્ત રીતે છેલ્લા 50 વર્ષોમાં 2027ની સાલ સુધીમાં 500 મિલિયન વધુ વૃક્ષો વાવવાના લક્ષ્ય સામે વિશ્વભરમાં 350 મિલિયનથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
  • વર્ષ 2019થી TCW કાર્યક્રમ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક સ્તરે લાગુ કરવામાં આવ્યું. 
  • જે શહેર વૃક્ષો અને પર્યાવરણને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરે છે અને તે માટેના પાંચ માપદંડોને પરિપૂર્ણ કરે છે તેને TCW સૂચિમાં સામેલ કરવામાં આવે છે.જેમાં વૃક્ષોની સંભાળ માટે જવાબદારીઓ સોંપવી, શહેરી જંગલો અને વૃક્ષ વ્યવસ્થાપન માટે નિયમો નક્કી કરવા, અદ્યતન ઇન્વેન્ટરી જાળવવા અથવા સ્થાનિક વૃક્ષની સંપત્તિનું મૂલ્યાંકન, વૃક્ષ વ્યવસ્થાપન યોજના માટે સંસાધનોની ફાળવણી અને આયોજન અને નાગરિકો વગેરેને શિક્ષિત કરવા વાર્ષિક વૃક્ષ ઉત્સવનો સમાવેશ થાય છે.
Mumbai ranks among world's tree-rich cities 2022

Post a Comment

Previous Post Next Post