- આ વર્લ્ડ કપ 20 માર્ચ થી 27 માર્ચ દરમિયાન ભારતના ભોપાલ ખાતે આયોજિત થયો હતો.
- આ વર્લ્ડ કપની રાઇફલ અને પિસ્ટલ ઇવન્ટમાં મેડલની દૃષ્ટિએ પ્રથમ ક્રમ ચીન (2 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ કુલ 12), બીજા સ્થાન પર ભારત (1 ગોલ્ડ, 1 સિલ્વર, 5 બ્રોન્ઝ કુલ 7) તેમજ ત્રીજા સ્થાન પર જર્મની (1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ 3) રહ્યા હતા.
- ભારત તરફથી સરબજોત સિંઘે 10 મી. એર પિસ્ટલ પુરુષ વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- આ સિવાય રિધમ સંગવાન અને વરુણ તોમરે સિલ્વર તેમજ વરુણ તોમર, મનુ ભાકર, રુદ્રાંક્ષ પાટિલ, સિફ્ટ કૌર સમરા તેમજ મિક્સ ટીમમાં નર્મદા, નિથિન, રાજુ અને રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
- આ સ્પર્ધામાં ભારતના કુલ 37 રમતવીરોએ કુલ 10 ઇવન્ટમાં ભાગ લીધો હતો.