- National Bureau of Fish Genetic Resources (NBFGR)ના અનિલ મહાપાત્રા, ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ અને NBFGRના ઉત્તમ કુમાર સરકાર સંશોધકોએ કુડ્ડલોર કિનારે મુડાસલોડાઈ ફિશ લેન્ડિંગ સેન્ટર ખાતે મોરે ઈલ (Moray eel) ની નવી પ્રજાતિ શોધવામાં આવી.
- આ પ્રજાતિનું નામ તમિલનાડુના નામ પરથી 'Gymnothorax Tamilnaduensis' રાખવામાં આવ્યું છે અને સામાન્ય નામ 'Tamil Nadu brown moray eel' રાખવામાં આવ્યું.
- કુડ્ડલોર જિલ્લાના દરિયાકાંઠાના પાણીમાં પરાંગીપેટ્ટાઈ અને મુડાસલોદાઈ ફિશ લેન્ડિંગ કેન્દ્રો પર હાથ ધરવામાં આવેલા સંશોધન સર્વેક્ષણ દ્વારા એકત્રિત કરવામાં આવેલ આ જીનસ જીમનોથોરેક્સનો આ પ્રથમ રેકોર્ડ છે.
- આ પ્રજાતિના ચાર નમુનાઓ જેની કુલ લંબાઈ 272-487 મીમી છે તે મુડાસલોદાઈ ખાતેના માછીમારી ઉતરાણ કેન્દ્રમાંથી લગભગ 25-30 મીટરની ઊંડાઈએ એકત્રિત કરવામાં આવ્યા હતા.
- નવી પ્રજાતિઓ ભારતીય જળ સંયોજકો (સમાન જાતિના સજીવો) થી નોંધપાત્ર રીતે અલગ છે કારણ કે માથા પર નાના કાળી ફોડલીઓની શ્રૃખંલા અને શરીરની મધ્ય રેખા પર કાળી ફોડલીઓની પંક્તિ દ્વારા નોંધપાત્ર રીતે અલગ પડે છે.
- જીમનોથોરેક્સની લગભગ 28 પ્રજાતિઓ અત્યાર સુધીમાં ભારતીય પાણીમાં દસ્તાવેજીકૃત કરવામાં આવી છે. આ શોધ બાદ જીમ્નોથોરેક્સની કુલ પ્રજાતિઓની સંખ્યા વધારીને 29 કરવામાં આવી.
