- Indira Gandhi National Center for the Arts (IGNCA) સંસ્થાના 36મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે વૈદિક હેરિટેજ પોર્ટલ 550 કલાકની ઓડિયો-વિઝ્યુઅલ સામગ્રી સાથે લોન્ચ કરવામાં આવી.
- આ પોર્ટલ 5 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે સાત વર્ષમાં નિર્માણ પામ્યું છે.
- આ પોર્ટલનો ઉદ્દેશ્ય વેદોને લોકો માટે સુલભ બનાવવા અને વધુ સંવાદ માટે એક મંચ પ્રદાન કરવા માટે માહિતી એકત્ર કરવાનો છે.
- આ પોર્ટલ દ્વારા સંશોધકો અને અન્ય લોકો કે જેઓ વૈદિક વારસાને લગતી કોઈપણ માહિતી શોધી શકશે.
- આ પોર્ટલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન જી કિશન રેડ્ડી દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ.
- આ પોર્ટલ 18,000 થી વધુ વૈદિક મંત્રોની 550 કલાકથી વધુ ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
- આ પોર્ટલ વેદ જાણતા લોકો, વૈદિક સંશોધન સંસ્થાઓ, વેદપતિ પરિવારો અને વિશ્વભરના નિષ્ણાતો સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.
- વૈદિક હેરિટેજ પોર્ટલમાં ઓડિયો સામગ્રી સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી અને હિન્દીનામાં પણ ઉપલબ્ધ છે.