- બેંગ્લોર-મૈસુર એક્સપ્રેસવે NH-275 નો એક ભાગ છે. 8,480 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ એકસપ્રેસ 118 કિમી લાંબો અને 10 લેન ધરાવે છે.
- તેના અંતર્ગત ચાર રેલ ઓવરબ્રિજ, નવ મોટા અને 40 નાના પુલ અને 89 અંડરપાસ અને ઓવરપાસ બનાવવામાં આવ્યા છે.
- આ એકસપ્રેસ વે બનવાથી બેંગલુરુ અને મૈસુર વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટીને લગભગ 75 મિનિટ થઈ જશે.
- આ એકસપ્રેસ વેનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીરંગપટના, કુર્ગ, ઉટી અને કેરળ જેવા વિસ્તારોમાં પ્રવાસન ક્ષમતા વધારવા કનેક્ટિવિટી વધારવાનો છે.