કર્ણાટક દ્વારા 54 વર્ષ પછી સંતોષ ટ્રોફી જીતવામાં આવી.

  • કર્ણાટકે ફાઈનલમાં મેઘાલયને 3-2થી પરાજય આપ્યો. મેઘાલય પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું હતું.
  • આ મેચમાં કર્ણાટકના રોબિન યાદવને 'પ્લેયર ઓફ ધ ચેમ્પિયનશિપ' જ્યારે રજત પોલ લિંગદોહને ગોલકીપર ઓફ ધ ચેમ્પિયનશિપનો એવોર્ડ મળ્યો હતો.
  • આ સંતોષ ટ્રોફીની 76મી આવૃત્તિ હતી.  આ ટુર્નામેન્ટની ગ્રુપ સ્ટેજની મેચો ભારતમાં અને નોકઆઉટ મેચો સાઉદી અરેબિયામાં 01 થી 04 માર્ચ દરમિયાન રમાઈ હતી.
  • આ ટુર્નામેન્ટમાં કુલ 36 ટીમોએ ભાગ લીધો હતો. કર્ણાટક દ્વારા પાંચમી વખત આ ટ્રોફી જીતવામાં આવી છે.
  • સંતોષ ટ્રોફીની શરૂઆત વર્ષ 1941માં ભારતીય ફૂટબોલ એસોસિએશન (IFA) દ્વારા કરવામાં આવી હતી, જેનું નામ IFAના ભૂતપૂર્વ પ્રમુખ સર મનમથ નાથ રોય ચૌધરીના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેઓ સંતોષના મહારાજા હતા. જે હવે બાંગ્લાદેશનો એક ભાગ છે.
  • સંતોષ ટ્રોફી એ રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ છે.  જેમાં અખિલ ભારતીય સંઘ સાથે સંકળાયેલી રાજ્યની ટીમો અને સરકારી સંસ્થાઓની ટીમો ભાગ લે છે. જેનું આયોજન ભારતમાં ફૂટબોલ રમતોના સંગઠન માટેનું સંચાલન કરતી સંસ્થા ફૂટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા(AIFF) દ્વારા કરવામાં આવ3 છે.
  • વર્ષ 1996માં, નેશનલ ફૂટબોલ લીગની રજૂઆત પહેલાં, સંતોષ ટ્રોફીને ભારતમાં ટોચનું સ્થાન આપવામાં આવતું હતું.
  • આ ટ્રોફીમાં રનર-અપ ટ્રોફીને કમલા ગુપ્તા ટ્રોફી કહેવામાં આવે છે, જેનું નામ ફૂટબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખની પત્ની સ્વર્ગસ્થ ડૉ. એસ.કે. ગુપ્તાના નામ પર રાખવામાં આવ્યું છે.
santosh Trophy won 2023

Post a Comment

Previous Post Next Post