તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

  • વર્ષ 1959નો રેમન મેગ્સેસે એવોર્ડ રેમન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા 64 વર્ષ પછી હિમાચલ પ્રદેશના હિલ ટાઉન ધરમશાલા ખાતેના તેમના નિવાસસ્થાને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યો. 
  • તેઓને ઓગસ્ટ 1959માં પવિત્ર ધર્મના સંરક્ષણમાં તિબેટીયન સમુદાયના પરાક્રમી સંઘર્ષ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 
  • પરંતુ તેઓ વર્ષ 1959માં ચીની શાસન સામે નિષ્ફળ વિદ્રોહ બાદ તિબેટમાંથી ભાગી ગયા હતા ત્યારબાદ જેને ક્યારેય કોઈ દેશ તરફથી માન્યતા મળી ન હતી.
  • વર્ષ  2007માં, ચીનના વિરોધ છતાં, દલાઈ લામાને યુએસ કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • ઉત્તરપૂર્વીય તિબેટના તખ્તસેર ગામમાં 6 જુલાઈ 1935ના રોજ જન્મેલા દલાઈ લામાને બે વર્ષની ઉંમરે 13મા દલાઈ લામા થુબટેન ગ્યાત્સોના પુનર્જન્મ તરીકે ઓળખવામાં આવે છે.
Dalai Lama Gets 1959 Ramon Magsaysay Award In Person After 64 Years.

Post a Comment

Previous Post Next Post