પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન.

  • તેઓએ વર્ષ 1952માં સરપંચના પદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા.
  • વર્ષ 1970માં તેઓ પ્રથમવાર CM બન્યા ત્યારે તેઓ 43 વર્ષની વયે દેશના સૌથી યુવા CM હતા. 
  • આ સાથે તેઓ વર્ષ 2012માં 5મી વખત CM બન્યા ત્યારે તેઓ દેશના સૌથી વૃદ્ધ સીએમ બન્યા હતા.
  • વર્ષ 2022માં પણ તેમણે ચૂંટણી લડી હતી, તેથી તે સમયે તેઓ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હતા.
  • તેઓને પંજાબની રાજનીતિના ભીષ્મ પિતામહ અને બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવતા હતા.શિરોમણી અકાલી દળના સંરક્ષક બાદલને પંજાબની સત્તામાં બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા. 
  • તેઓ વર્ષ 1957, 1960 અને 1969માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. 
  • તેઓએ વર્ષ 1996 થી 2008 સુધી અકાલી દળના પ્રમુખ તરીકે સેવા આપી હતી.  
  • તેઓ પાંચ વખત રાજ્યના CM રહ્યાં અને 10 વખત ચૂંટણી જીતી રાજ્યની વિધાનસભામાં પહોંચ્યા હતા. 
  • તેઓએ પંજાબના 15મા CM તરીકે 1970માં પ્રથમ વખત શપથ લીધા હતા. આ પછી, વર્ષ 1977 માં, તેઓ ફરીથી રાજ્યના 19મા CM બન્યા.
  • ત્યારબાદ વર્ષ 1997માં ભાજપ સાથે ગઠબંધન સરકારમાં 28માં CM અને વર્ષ 2007માં ચોથી વખત અને વર્ષ 2012માં 5મી વખત CM બન્યા હતા.
Former Chief Minister of Punjab Prakash Singh Badal passed away at the age of 95.

Post a Comment

Previous Post Next Post