- તેઓનો જન્મ 13 જૂન, 1924ના રોજ કેરળના કન્નુર જિલ્લામાં થયો હતો.તેમનું પૂરું નામ મુરકોથ વેંગાકાંડી શંકરન હતું.
- તેઓએ શાળાના દિવસોથી સર્કસની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ કરિયાણાની દુકાન અને બાદમાં બ્રિટિશ આર્મી સહિતની ઘણા કામ પછી ટ્રેપેઝ કલાકાર તરીકે સર્કસમાં પાછા ફર્યા હતા.
- જૈમિની શંકરને કુનીકન્નનના શિષ્ય એમ.કે. રમણ પાસેથી સર્કસ શીખવાનું શરૂ કર્યું હતું 2 વર્ષ પછી 1948માં તેમણે કલકત્તા (હાલ કોલકાતા)ના બોસ લાયન સર્કસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
- તેઓએ વર્ષ 1951માં તેનું પહેલું સર્કસ ખરીદ્યું અને તેનું નામ તેઓની રાશિ જેમની પરથી "જેમિની સર્કસ" રાખ્યું હતું. આ કંપનીના નામથી તેઓ "જૈમિની શંકરન" તરીકે પણ ઓળખાયા હતા.
- વર્ષ 1964માં તત્કાલીન USSRમાં આંતરરાષ્ટ્રીય સર્કસ ફેસ્ટિવલ યોજાયો હતો. જૈમિની સર્કસ એમાં જોડાનાર પહેલી ભારતીય કંપની બની હતી જેણે મોસ્કો, સોચી અને યાલ્ટામાં તેમના શો કર્યા હતા.
- રાજ કપૂરની પ્રખ્યાત ફિલ્મ 'મેરા નામ જોકર' જૈમિની સર્કસથી પ્રેરિત હતી જેનું શૂટિંગ તેઓના સર્કસ કંપનીમાં થયું હતું.