- આ રેન્કિંગ દેશની સુપ્રતિષ્ઠિત સંસ્થા 'ગ્રીન મેન્ટર્સ' દ્વારા આપવામાં આવ્યું.
- 'ગ્રીન યુનિવર્સિટી ઇન પ્લેટિનમ રેન્કિંગ' નું વિશેષ અને મૂલ્યવાન સન્માન અર્પણ કરનાર સંસ્થા ગ્રીન મેન્ટર્સ વૈશ્વિક કક્ષાનું એક આદરણીય અને ઊંચા દરજ્જાનું ખાસ સ્ટેટસ ધરાવતી સંસ્થા છે.
- ગ્રીન મેન્ટર્સ એ યુનાઇટેડ નેશન્સ (યુનો)ની ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સિલનું સ્પેશિયલ કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવે છે.
- આ સન્માન એનાયત થતાં પહેલાં યુનિવર્સિટીની તમામ ગ્રીન એક્ટિવિટીઝ અને ગ્રીન અચિવમેન્ટ્સની બાબતો અંગે આકરી ચકાસણી કરવામાં આવે છે.
- ગણપત યુનિવર્સિટીના 300 એકર જેવા પ્રાંગણમાં 51,126 જેટલાં નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે, કુલ 11 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીનમાંથી માત્ર 78,000 સ્કવેર મીટર જમીન ઉપર બાંધકામ, 31,800 સ્ક્વેર મીટર ઉપર વિદ્યાર્થીઓ માટે રમતનું મેદાન છે તો 6400 સ્ક્વેર મીટર ઉપર વોટર-બોડી છે. બાકીની જમીન ઉપર હરિયાળી છવાયેલી છે.
- યુનિવર્સિટીનાં હજારો વૃક્ષોથી આચ્છાદિત એવા હરિયાળા પરિસરમાં "માઇક્રો ફોરેસ્ટ" વસાવેલ છે જેમાં 12,000 જેટલાં નાનાં-મોટાં છોડ અને વૃક્ષો આવેલાં છે અને રાજ્યમાં જોવા મળતી આશરે 50 જેટલી વિવિધ છોડ-ઝાડની જાતો અહીં ઉગાડવામાં આવી છે.
- આ છોડ-વૃક્ષોને ‘મિયાવાકી પદ્ધતિ’ દ્વારા ઉગાડવામાં આવ્યા છે.
