ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાને "એક્સલન્સ એવોર્ડ" અર્પણ કરાયો.

  • વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલીની ઉજવણી અને  વિશ્વ આરોગ્ય દિવસની 'સમર્પણ દિવસ' તરીકે ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેઓને આ એવોર્ડ ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ આપવામાં આવ્યો.
  • ઈન્ડિયન મેડિકલ એસોસીએસન દ્વારા દેશમાં સૌપ્રથમવાર ૧૧ નર્સિંગ ઓફિસરોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવા અને કામગીરીને ધ્યાનમાં લઈને એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર શ્રી ઈકબાલ કડીવાલાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી ઈકબાલ કડીવાલાએ તેમની ત્રણ દાયકાની સેવાસફર દરમિયાન પ્લેગ, પૂર, ભૂકંપ, કોરોના મહામારી, બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ આયોજન તેમજ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
Iqbal Kadiwala

Post a Comment

Previous Post Next Post