- તેઓએ ભારતના પ્રથમ પુરાતત્ત્વશાસ્ત્રી ભગવાનલાલ ઇન્દ્રજી વિશે વિશદ જીવનચરિત્ર લખ્યું હતું.
- તેઓ એક એવા સંશોધક હતા જે બે લીટી વચ્ચે રહેલી જગ્યામાં છુપાયેલા અર્થને શોધી કાઢી બખૂબી વાચક સમક્ષ મુકી આપતાં હતા.
- તેેમના મૂકસિનેમા વિશેના નિબંધો ભારે લોકપ્રિય બન્યા હતા આથીતેઓ "મૂંગી ફિલ્મોના જ્ઞાન ભંડાર" તરીકે ઓળખાતા હતા.
- તેઓએ વર્ષ 1920 થી 1923 દરમ્યાન ૨૫ ફિલ્મોનું નિર્દેશન કરનારા કાનજીભાઇ રાઠોડ પર પ્રકાશ પાડવાનું કાર્ય કર્યું હતું.
- તેઓને વહાણવટાં જેવા અઘરાં વિષયમાં હોશિયારી કારણે મોટી જહાજી કંપનીઓ પણ જહાજની ડિઝાઇન બનાવવામાં તેમની સલાહ લેતી હતી.
- ફિલ્મો સોસાયટી મૂવમેન્ટમાં પણ તેઓ મોખરે રહ્યા હતા.
- સિનેમાના ક્ષેત્રના ખાસ મિત્રો માટે વીરચંદભાઇ "પંડિત પાસોલિની" તરીકે ઓળખાતા હતા.
- તેમની મંજૂષા લેખશ્રેણી અભ્યાસુઓમાં લોકપ્રિય બની હતી.