ISRO અને NASA દ્વારા વર્ષ 2024માં NISAR નામનો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

  • NISARએ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને યુએસ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા સંયુક્ત રીતે વિકસિત SUV-કદનો ઉપગ્રહ છે.  
  • આ ઉપગ્રહ દ્વારા હિમાલયની શ્રેણીમાં ભૂકંપ અને ભૂસ્ખલનનું મેપિંગ હવે ખૂબ જ સરળ બનાવવામાં આવશે.
  • આ સેટેલાઇટ ટેનિસ કોર્ટના લગભગ અડધા વિસ્તારમાં 0.4 ઇંચથી નાની વસ્તુની હિલચાલનું નિરીક્ષણ કરી શકશે.
  • આ સેટેલાઈટમાં બે ફ્રીક્વન્સી બેન્ડ ઉચ્ચ-રિઝોલ્યુશન, તમામ-હવામાન ડેટા પ્રદાન કરશે તેની મદદથી દર 12 દિવસે ડેટા એકત્ર કરવામાં આવશે.  
  • NISAR અભૂતપૂર્વ નિયમિતતા સાથે હિમાલયમાં સૌથી વધુ ભૂકંપ-સંભવિત વિસ્તારોનો નકશો બનાવશે અને સંભવિતપણે ભૂસ્ખલનની આગોતરી ચેતવણી આપી શકશે.  
  • હિમાલય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. હિમાલય એ માત્ર વિશ્વના સૌથી ઊંચા અને નવા પર્વતો નથી, પરંતુ તે વિશ્વના સૌથી વધુ માનવ પ્રભાવિત પર્વતીય પ્રદેશોમાંનો એક છે.    
  • ઉત્તર ભારતની સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, જે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતની સૌથી મહત્વપૂર્ણ નદી પ્રણાલી છે જે અને અન્ય ઘણી મહત્વની નદીઓ હિમાલયમાંથી ઉદ્દભવે છે.  
  • આથી NISAR એ આ ક્ષેત્ર માટે અતિ મહત્વની જાણકારી આપનાર ઉપગ્રહ બનશે.
  • NISAR એ NASA-ISRO-SAR નું સંક્ષિપ્ત નામ છે.  
  • SAR એ સિન્થેટીક એપરચર રડાર માટે વપરાય છે, જેનો ઉપયોગ પૃથ્વીની સપાટી પરના ફેરફારોને માપવા માટે નાસા દ્વારા કરવામાં આવશે. 
  • તે ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ મેળવવા ઉપયોગી બનશે જે તેની સચોટતાને કારણે તે વાદળો અને અંધકારને ભેદવામાં સક્ષમ છે, જેનો અર્થ છે કે તે દિવસ અને રાત્રિના કોઈપણ સમયે, કોઈપણ હવામાનમાં ડેટા એકત્રિત કરવામાં સક્ષમ છે. 
  • આ મિશનમાં સ્પેસક્રાફ્ટ બસો, અન્ય પ્રકારનું રડાર (જેને એસ-બેન્ડ રડાર કહેવાય છે), પ્રક્ષેપણ વાહનો અને સંલગ્ન પ્રક્ષેપણ સેવાઓ ISRO દ્વારા પૂરી પાડવામાં આવશે.  
  • NASA ઉપગ્રહમાં ઉપયોગમાં લેવાતી પેલોડ ડેટા સબસિસ્ટમ માટે રડાર, વિજ્ઞાન ડેટા, GPS રીસીવર અને ઉચ્ચ દરની સંચાર સબસિસ્ટમ પ્રદાન કરશે.
  • NISAR NASA દ્વારા લોન્ચ કરવામાં આવેલ સૌથી મોટું રિફ્લેક્ટર એન્ટેના થી સજ્જ હશે.
NISAR satellite to map Himalayas’ seismic zones

Post a Comment

Previous Post Next Post