- તેઓ પોતાની વર્ષ 1978ની નવલકથા નર્મદાબુદ્વાયા માટે જાણીતા હતા, જે કનકમ્બલની વિપત્તિઓ વિશે છે, જે તેની કિશોરાવસ્થામાં પરિણીત અને વિધવા બને છે અને સમાજના રૂંધાતા રિવાજોને દૂર કરવા માટે સંઘર્ષ કરે છે.
- આ પુસ્તકને વર્ષ 1979માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
- "દેવમક્કલ", તેમની બીજી લોકપ્રિય કૃતિ જેમાં દલિતો હજુ પણ જે પૂર્વગ્રહ અને ભેદભાવનો સામનો કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતું.
- તેમની વાર્તા મોરપેડોકલને પીએ બેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ મણિમુઝકમ માટે રૂપાંતરિત કરવામાં આવી છે.
- તેમની કેટલીક અન્ય કૃતિઓ જેના પરથી ફિલ્મો બનેલ છે તેમાં અસ્થમયમ, પાવિઝામુથુ અને અર્ચનાનો સમાવેશ થાય છે.
- તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં અગ્નિચોડી, નીલાકુરિંજિકલ, ચુવાકુમ નેરી, ગ્રહનમ, થાનેરબંતલ, યાત્રા અને કાવેરીનો સમાવેશ થાય છે.
- મલયાલમ સાહિત્યમાં તેમના વ્યાપક યોગદાન માટે તેમને વર્ષ 2010 માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.