- તેઓ સુપ્રસિદ્ધ બોક્સર મુહમ્મદ અલી સામે લડનાર એકમાત્ર ભારતીય બોક્સરનો રેકોર્ડ ધરાવે છે.
- તેઓ વર્ષ 1971માં આર્મીમાં જોડાયા હતા.
- તેઓ વર્ષ 1972ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં મોરચે હતા અને બાદમાં તેમને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
- તેઓએ વર્ષ 1979માં સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું અને ગોલ્ડ જીત્યો હતો. નેશનલ બોક્સિંગ ચેમ્પિયશિપમાં તેઓએ વર્ષ 1983 સુધી સતત ચાર વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
- વર્ષ 1980માં મુંબઈમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- તેઓને ભારત સરકાર દ્વારા તેઓની સિદ્ધિઓને અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ માટે તેઓને વર્ષ 1982માં ભારતનું બીજું-સૌથી ઉચ્ચ રમત સન્માન, અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.