- પ્રધાનમંત્રી દ્વારા દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
- આ સાથે પ્રધાનમંત્રી વર્ચયુલી શિલોંગ, પુણે અને નાગપુર ખાતે સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
- આ સિવાય તેઓ CBIનીના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો તથા તપાસ એજન્સીનું ટ્વિટર પેજ પણ જાહેર કરવામાં આવશે.
- આ કાર્યક્રમ દરમિયાન, પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને CBIના શ્રેષ્ઠ તપાસ અધિકારીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે.