- આ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ પણ વડાપ્રધાન દ્વારા પોતે જાન્યુઆરી 2019માં કરવામાં આવ્યો હતો.
- આ અત્યાધુનિક મેડિકલ કોલેજમાં અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની ઍક્સેસ સાથે સજ્જ 24x7 કેન્દ્રીય પુસ્તકાલય, વિશિષ્ટ તબીબી સ્ટાફ, તબીબી પ્રયોગશાળાઓ, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન પ્રયોગશાળાઓ, શરીર રચના સંગ્રહાલય, એક ક્લબહાઉસ, સ્પોર્ટ્સ સુવિધાઓ તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે રહેઠાણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા સાયલી મેદાન, સિલ્વાસા ખાતે રાષ્ટ્ર માટે રૂ. 4,850 કરોડથી વધુની કિંમતની 96 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- આ સિવાય તેઓ દ્વારા દમણમાં દેવકા સીફ્રન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે આશરે રૂ. 165 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો 5.45 કિમીન દેશમાં તેના પ્રકારનો દરિયાકાંઠાનો પ્રવાસ છે.