- વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં નાગરિક ફરિયાદ નિવારણ પહેલના 20 વર્ષ પૂરા થવા નિમિત્તના પ્રોગ્રામમાં ડિજિટલી આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી.
- જેમાં વડાપ્રધાન દ્વારા આ પહેલના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી.
- "સ્વાગત" કાર્યક્રમ ગુજરાતમાં 24 એપ્રિલ 2003ના રોજ જીલ્લા અને રાજ્ય સ્તરે પ્રથમ વખત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને ગામ અને તાલુકા સ્તરે પર કાર્યરત કરવામાં આવ્યો હતો.
- નાગરિકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ફરિયાદોની સ્થિતિ જાણવાની સુવિધા આપતી આ યોજનાને 'સ્વગત' નામ આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો પર રાજ્યવ્યાપી ફોકસ રાખવામાં આવ્યો છે.
- 'સ્વાગત' દર મહિનાના ચોથા ગુરુવારે ઉજવવામાં આવે છે.
- સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામને જાહેર સેવામાં પારદર્શિતા, જવાબદારી અને શાસન સુધારવા માટે વર્ષ 2010માં "સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા પુરસ્કાર" મળ્યો હતો.
- ઉપરાંત આ કાર્યક્રમને ભારત સરકાર દ્વારા 2010-11માંh કરવા માટે 2011માં CXO એવોર્ડ પણ મળ્યો હતો.