- આ પોર્ટલમાં માંગવામાં આવેલી અરજીઓ/મંજૂરીઓ પર નિર્ણય લેવા માટેની સમયમર્યાદા પ્રદર્શિત કરવામાં આવશે.
- આ પોર્ટલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમનકારી પ્રક્રિયાઓમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો અને RBI દ્વારા નિયંત્રિત સંસ્થાઓ માટે વ્યવસાય કરવામાં સરળતા વધારવાનો તથા વિવિધ નિયમો હેઠળ અરજીઓના નિકાલ માટે નિર્ધારિત સમયમર્યાદા નક્કી કરવાનો અને નાણાકીય ક્ષેત્રના નિયમનકારો દ્વારા અનુપાલનની કિંમતને સરળ બનાવવાનો છે.
- ઉલ્લેખનીય છે કે વિવિધ એકમોને પ્રવૃત્તિઓ કરવા માટે RBI દ્વારા નિયંત્રિત લાયસન્સ/અધિકૃતતા મેળવવાની જરૂર હોય છે તેના માટે હાલમાં અરજી અને મંજૂરીની પ્રક્રિયા વિવિધ ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં થાય છે.