- આ જહાજ દ્વારા કોચી બેકવોટર્સમાં તેની પ્રથમ સફર કરવામાં આવી.
- કેરળમાં આ સૌર ઉર્જાથી ચાલતું પ્રથમ પ્રવાસી જહાજ છે અને રાજ્યમાં તેના પ્રકારનું સૌથી મોટું છે.
- ₹3.95-કરોડના ખર્ચે તૈયાર થયેલ આ જહાજ 100 મુસાફરોને લઈ જઈ શકે છે તે શ્રીલંકાના એક યાર્ડમાં બનાવવામાં આવ્યું છે જેની સુરક્ષા અને સંબંધિત સુવિધાઓ ભારતીય રજિસ્ટર ઑફ શિપિંગ (IRS) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.
- આ જહાજમાં જરૂરી પડે તો બેકઅપ આપવા માટે તેમાં ડીઝલ જનરેટર છે.
- તેના નીચલા ડેકમાં વાતાનુકૂલિત કોન્ફરન્સ રૂમ-કમ-ડીજે ફ્લોર અને ઉપરના ડેકમાં કાફેટેરિયા-કમ-ડાઇનિંગ એરિયા છે.
- અપંગ અને વૃદ્ધ લોકોને ઉપલા ડેક સુધી પહોંચવા અને પાછા આવવા માટે મદદ કરવા માટે એક લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે.
- જહાજમાં વ્યક્તિ દીઠ મુસાફરીની 799 રૂપિયાની ટીકીટ રાખવામાં આવી છે જેમાં તે મરીન ડ્રાઈવ-કદમાકુડી કોરિડોરમાં અને પછીથી 10 કિમી સુધી દરિયામાં જશે.
- આ મુસાફરી વચ્ચે, મહેમાનો ટાપુ પર ઉતરી શકશે, બપોરનું ભોજન લઈ શકશે અને ફિશિંગ અને બોટિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.
- આ સિવાય 999 રૂપિયાના સાત-કલાકના પેકેજમાં, તેઓ મત્સ્યાફેડના નઝરક્કલ ખાતેના ફિશ ફાર્મની મુલાકાત પણ લઈ શકશે.
