Skyroot Aerospace દ્વારા 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળ અગ્નિ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • Skyroot Aerospace એ દેશની પ્રથમ ખાનગી રોકેટ લોન્ચિંગ કંપની છે.      
  • 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું નામ ભારતના પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ.સતીશ ધવનના નામ પરથી "ધવન -2" રાખવામાં આવ્યું છે.
  • ધવન-2 એન્જિનનું પરીક્ષણ સોલાર ઇન્ડસ્ટ્રીઝ, નાગપુર, મહારાષ્ટ્રની પ્રોપલ્શન ટેસ્ટ ફેસિલિટી ખાતે કરવામાં આવ્યું હતું.
  • આ પરીક્ષામાં 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનને 200 સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટનું નામ લોંગ-ડ્યુરેશન ફાયર એન્ડ્યુરન્સ ટેસ્ટ છે.  આ એન્જિનની ક્ષમતા 3.5 કિલોન્યુટન છે.
  • અગાઉ સ્કાયરૂટે ધવન-1 એન્જિન બનાવ્યું હતું.  તે 1 કિલોન્યુટનનું હતુ જેનું પરીક્ષણ નવેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું.  
  • આ ધવન-1 રોકેટની મદદથી ગયા વર્ષે નવેમ્બરમાં વિક્રમ-S રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ હતું.  
  • દેશમાં પ્રથમ વખત 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિન બનાવવામાં આવ્યું છે જે સામાન્ય ક્રાયોજેનિક એન્જિન કરતાં અલગ અને આર્થિક રીતે સસ્તું છે.
  • 3D પ્રિન્ટેડ એન્જિનમાં તમામ પાર્ટ્સ એકસાથે જોડાયેલા પ્રિન્ટેડ હોય છે.  
  • વિક્રમ શ્રેણીના રોકેટમાં, રોકેટને LNG એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજન (LoX)ની મદદથી લોન્ચ કરવામાં આવશે. 
3D printed cryogenic engine successfully fire tested by Skyroot Aerospace.

Post a Comment

Previous Post Next Post