- તમિલનાડુમાં વર્ષ 1832માં પ્રથમ વખત કમ્બમ દ્રાક્ષની ખેતી શરૂ કરવામાં આવી હતી.
- આ દ્રાક્ષની વિવિધતાની ખેતી ફ્રેન્ચ પાદરીએ શરૂ કરી હતી.
- આ દ્રાક્ષની અંદર વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને ટાર્ટરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે જાંબલી અને આછો ભૂરા રંગનો દેખાય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
- તમિલનાડુમાં આ દ્રાક્ષની ખેતી મોટા પાયે થાય છે. અહીં કુંબમ અંગૂરને 'Cumbum Paneer Thirachai' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- કેટલાક લોકો તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરે છે.
- GI ટેગ એ ભૌગોલિક પ્રમાણપત્ર છે તેનાથી ખરીદનારને ખબર પડે છે કે તે જે વસ્તુ ખરીદી રહ્યો છે તે કઈ જગ્યાએથી સંબંધિત છે.
- GI ટેગ મળવાથી તે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ વધે છે. તેનાથી બજારમાં તેની માંગ વધે છે જેની સીધી અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડે છે.
- ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બનારસી પાનને પણ GI ટેગ મળ્યો હતો.
- આ સિવાય બનારસની લંગડા કેરી અને મોરેનાની ગજકને GI ટેગ મળ્યો છે.