- લદ્દાખના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુ કે ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન દ્વારા કારગીલમાં કોઈ પ્રોજેક્ટ માટે સરકારી સહાયની જાહેરાત કરાઈ હોય.
- ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલની અધ્યક્ષતામાં શ્રીનગરમાં આયોજિત વિશેષ બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
- શરૂ કરવામાં આવનાર 'બેક ટુ ધ રૂટ્સ' નામના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પરંપરાગત જ્ઞાનને શાળાના શિક્ષણના વિજ્ઞાન અભ્યાસક્રમમાં એકીકૃત કરવાનો છે.
- આ અંતર્ગત આદિવાસી પૃષ્ઠભૂમિના શાળાના બાળકોમાં વિજ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવશે.