- તેઓને "ટાઇમ શેલ્ટર" નામની નવલકથા માટે આ પ્રાઈઝ મળ્યુ છે.
- આ પ્રથમ વખત છે જ્યારે બલ્ગેરિયનમાં મૂળરૂપે પ્રકાશિત થયેલી નવલકથાએ વાર્ષિક પુરસ્કાર મળ્યો છે.
- ટાઇમ શેલ્ટરનું અંગ્રેજીમાં અનુવાદ એન્જેલા રોડેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
- વર્ષ 2022નો એવોર્ડ ગીતાંજલિ શ્રીના "ટોમ્બ ઓફ સેન્ડ"ને મળ્યો હતો જેનો અંગ્રેજીમાં અનુવાદ ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
- ટાઇમ શેલ્ટર ગોસ્પોડિનોવ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થનારું ત્રીજું પુસ્તક છે.
- બલ્ગેરિયાના સૌથી જાણીતા લેખકોમાંના એક, 55 વર્ષીય ગોસ્પોડિનોવ પણ દેશના સૌથી વધુ ભાષાંતરિત લેખકોમાંના એક છે.
- તેમના પુસ્તકો 20 થી વધુ ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યા છે.
- ટાઇમ શેલ્ટરના ઇટાલિયન અનુવાદે ગયા વર્ષે "પ્રિમિયો સ્ટ્રેગા યુરોપિયો પુરસ્કાર" જીત્યો હતો અને તેને અનુવાદ માટેનો PEN લિટરરી એવોર્ડ અને બ્રુકે-બર્લિન-પ્રીસ સહિત અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.
- તેમની બે સૌથી જાણીતી કૃતિઓમાં નેચરલ નોવેલ (1999) અને ધ ફિઝિક્સ ઓફ સોરો (2012) નો સમાવેશ થાય છે.
- તેમની ગ્રાફિક નવલકથા ધ એટરનલ ફ્લાય એ પ્રથમ બલ્ગેરિયન ગ્રાફિક નવલકથા હતી અને તેમની ટૂંકી વાર્તા 'બ્લાઇન્ડ વૈશા'ને ટૂંકી એનિમેશન ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી હતી જેને 2017માં ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી.
