- ચીન દ્વારા તેના નવા સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર ત્રણ વ્યક્તિના ક્રૂને મોકલવા માટે 'શેનયાંગ J-16' અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
- આ મિશન હેઠળ ચીન આગામી દસ વર્ષમાં ચંદ્ર પર તેના અવકાશયાત્રીઓને મોકલવા માંગે છે.
- 'શેનયાંગ J-16' અવકાશયાન ચીનના ગોબી રણની ધાર પર આવેલા જિયુક્વાન પ્રક્ષેપણ કેન્દ્રથી 'લોંગ માર્ચ 2-એફ રોકેટ' દ્વારા લોન્ચ કરવામાં આવ્યું.
- Shenzhou-16 અવકાશયાત્રીઓ ત્રણ સભ્યોના Shenzhou-15 ક્રૂનું સ્થાન લેશે જે નવેમ્બરના અંતમાં સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા જેઓ પહેલાથી જ હાજર ત્રણેય અવકાશયાત્રીઓ તેમની 6 મહિનાની અવધિ પૂર્ણ કરી ચૂક્યા છે, ત્યારબાદ તેઓ પૃથ્વી પર પાછા આવશે.
- ઉલ્લેખનીય છે કે ચીનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર કરવામાં આવ્યું જેથી ચીન દ્વારા પોતાનું એક સ્પેસ સ્ટેશન બનાવવામાં આવ્યું.