- કોલકત્તાના ન્યુ ટાઉનમાં 3 થી 5 જૂન, 2023 દરમિયાન આ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે.
- આ ફેસ્ટિવલ શહેરી વસાહતો પર આબોહવા પરિવર્તનની પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અસરોને પ્રકાશિત કરશે.
- આ દરમિયાન 12 દેશોની 16 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.
- આબોહવા પરિવર્તનની પર્યાવરણીય, સામાજિક અને આર્થિક અસર પર લોકોના મંતવ્યો પણ આમંત્રિત કરવામાં આવશે.
- તેનો ઉદ્દેશ્ય U-20 પ્રાધાન્યતા ક્ષેત્રો અને પર્યાવરણ માટે જીવનશૈલી (LIFE) મિશન દ્વારા 'પર્યાવરણની રીતે જવાબદાર વર્તન' કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવાનો છે.
- આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા U20 (G-20ના અર્બન ટ્રેક) હેઠળ સિટી ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ ઇનોવેટ, ઇન્ટિગ્રેટ એન્ડ સસ્ટેઇન (CITIIS) પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે.
- આ ફેસ્ટિવલને હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય, ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી (AFD), યુરોપિયન યુનિયન અને ન્યૂ ટાઉન કોલકાતા ગ્રીન સ્માર્ટ સિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા સહયોગ પ્રાપ્ત છે.સમર્થન મળે છે.
- પ્રથમ અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલ 24 માર્ચના રોજ નવી દિલ્હીમાં એલાયન્સ ફ્રાન્સાઈઝ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.
- દિલ્હીમાં સફળ ઈવેન્ટ બાદ મુંબઈમાં એલાયન્સ ફ્રાન્સિસ ડી બોમ્બે ખાતે પણ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જે બંને ફેસ્ટિવલમાં ભારત, ફ્રાન્સ, ઈરાન અને યુએસ જેવા દેશોના ફિલ્મ નિર્માતાઓ દ્વારા મોકલવામાં આવેલી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી.
