- સાઉદી અરેબિયા દ્વારા સત્તાવાર રીતે વિઝા સ્ટીકરો આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના સ્થાને સાત દેશોમાં ઈ-વિઝા લગાવવામાં આવ્યા છે.
- સાઉદીમાં QR કોડ સાથે ઈ-વિઝા આપવાનો નિર્ણય મે 2023 થી અમલમાં મૂકવામાં આવ્યો છે.
- આ પહેલથી જે દેશોને ફાયદો થશે તેમાં જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઇજિપ્ત, ભારત, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
- ઇ-વિઝા દાખલ કરવાના પગલાનો હેતુ કોન્સ્યુલર સેવાઓને ડિજિટાઇઝ કરવાનો છે અને ઉપરોક્ત દેશોમાં કામ, રહેઠાણ અને વિઝિટ વિઝા ઇશ્યૂ કરવાની નવી રીત બનાવવાનો છે.