- સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા રેલવે મંત્રાલયે શરૂ કરેલ એક રાષ્ટ્ર, એક ઉત્પાદન યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના 21 રેલવે સ્ટેશન પર વેચાણ કેન્દ્ર શરૂ થયા છે.
- આ રેલવે સ્ટેશનમાં અમદાવાદ, ભૂજ, દ્વારકા, સુરત, રાજકોટ, સાબરમતી, તલાળા, વડોદરા, વેરાવળ સહિતના સ્ટેશનનો સમાવેશ થાય છે.
- આ વેચાણ કેન્દ્રોમાં એમ્બ્રોયડરી, ઝરી, કોકોનેટ હલવા, સ્થાનિક ફળ, બાંધણી, ઇમિટેશન જ્વેલરી સહિતના રાજ્યના સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 21 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 721 જેટલા સ્ટેશનોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.