- તેઓ બ્રિટનના 40માં રાજા બન્યા છે તેમજ બ્રિટનમાં 70 વર્ષ બાદ કોઇ રાજાનો રાજ્યાભિષેક થયો છે.
- રાજ્યાભિષેક દરમિયાન કિંગ ચાર્લ્સને 17મી સદીનો સોનાનો બનેલો સંત એડવર્ડનો મુક્ટ પહેરાવાયો હતો જેનો ઉપયોગ ફક્ત રાજ્યાભિષેક પુરતો જ કરવામાં આવે છે.
- બ્રિટનમાં ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન નામનો એક પ્રસિદ્ધ હીરો છે છે જેનો ઉપયોગ રાજ્યાભિષેક કાર્યક્રમના સમાપનમાં થાય છે તેમજ તે જ મુકટ પહેરીને કિંગ બંકિઘમ પેલેસની બાલ્કની પર ઉભા રહી લોકો સમક્ષ આવે છે.
- આ સિવાય મુકુટમાં કલિનન બીજો હીરો છે જેને સેકન્ડ સ્ટાર ઓફ આફ્રિકા પણ કહેવાય છે.
- આ હીરો ટ્રાન્સવાલની સરકારે એડવર્ડ સાતમાં તેમના 66માં જન્મદિવસ પર ભેંટ આપ્યો હતો.
- કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક માટે ખાસ સંગીત તૈયાર કરાયું હતું જેમા 12 નવી તૈયાર કરાયેલ ધૂન પણ શામેલ છે તેમજ કેટ્સના કમ્પોઝર એન્ડ્ર્યુ લૉયડ વેબરનું બનાવાયેલું રાજગીત પણ શામેલ છે.