મુકેશ અંબાણીને UNFCCCની COP28 સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) ની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP28)ના 28મા સત્રના પ્રમુખની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 
  • COP28 ના પ્રમુખની સલાહકાર સમિતિમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના ડાયરેક્ટર જનરલ સુનિતા નારાયણ સિવાય મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે.
  • UAE દ્વારા 30 નવેમ્બર, 2023 થી ડિસેમ્બર 12, 2023 સુધી UNFCCC (યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP 28) ના 28મા સત્રની યજમાની કરવામાં આવશે જે દુબઈના એક્સ્પો સિટી ખાતે યોજાનાર છે.
Mukesh Ambani joins advisory committee to COP28 President

Post a Comment

Previous Post Next Post