ISRO ની સહયોગી સંસ્થા PRL દ્વારા ગુરુ કરતાં 13 ગણો વધુ મહાકાય એક્ઝોપ્લેનેટ શોધવામાં આવ્યો.

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL,અમદાવાદ)ના ખગોળશાસ્ત્રીઓના નેતૃત્વમાં સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા ગુરુ કરતાં 13 ગણો વધુ મહાકાય એક્ઝોપ્લેનેટ શોધવામાં આવ્યો.
  • સૂર્ય મંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે.
  • PRLના સિનિયર ખગોળશાસ્ત્રી પ્રોફેસર અભિજિત ભટ્ટાચાર્યના નેતૃત્વમાં સંશોધન કરતી આંતરરાષ્ટ્રીય ટીમમાં ભારત સહિત જર્મની, સ્વિત્ઝર્લેન્ડ,અમેરિકાના ખગોળશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.
  • ભારતીય ખગોળ વિજ્ઞાાનીઓને અત્યારસુધીમાં આવા ત્રણ એક્ઝોપ્લેનેટસ શોધવામાં સફળતા મેળવી છે.
  • TOI 4603 B અથવા HD245134 સંજ્ઞા ધરાવતો આ એક્ઝોપ્લેનેટ શોધવા માટે ગુરુશિખર વેધશાળાના PRLએડવાન્સ્ડ રેડિયલ-વેલોસિટી આબુ -સ્કાય સર્ચ સ્પેક્ટ્રોગ્રાફ(PARS-પારસ) નામના આધુનિક વૈજ્ઞાાનિક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • આ ગ્રહ તેના પિતૃ તારાની પ્રદક્ષિણા ફક્ત 7.24 દિવસમાં જ પૂરી કરે છે. એટલે કે આ એક્ઝોપ્લેનેટનો એક દિવસ બહુ નાનો-ટૂંકો છે.
  • એક્ઝોપ્લેનેટનું દિવસનું તાપમાન 1396 ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિ ઉકળતું છે.
  • આ એક્ઝોપ્લેનેટ પૃથ્વીથી 731 પ્રકાશ વર્ષ દૂરના અંતરે આવેલો છે.
  • તેનું દળ 14 G/CM³ જેટલું છે જે સૌર મંડળના સૌથી વિરાટ ગ્રહ ગુરુના કુલ દળ કરતાં 11 થી 16 ગણું વધુ છે.
  • ગુરુનું કુલ દળ1.8982 ટન અને 1027 કિલો છે.
Indian scientists discover new exoplanet with mass 13 times that of Jupiter

Post a Comment

Previous Post Next Post