- આ નિર્ણય મુજબ કંપનીના માણસો ગ્રાહકને વીમા પૉલિસીની શરતો હિન્દીમાં વાંચી જણાવવી પડશે.
- આ નિર્ણય રાષ્ટ્રીય ગ્રાહક કમિશને બિકાનેરના એક કિસ્સામાં SBI લાઈફ ઈન્સોરન્સને વીમા પૉલિસી ક્લેમની રકમ 15.4 લાખ રૂપિયા વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ બાદ લેવામાં આવ્યો છે.
- બિકાનેરના હનુમંતસિંહ દ્વારા 16 લાખની લોન બાદ પોલિસી લેવામાં આવી હતી જેમાં તેઓને કંઈ થાય તો પોલિસી દ્વારા લોનની બાકીની રકમ ચૂકવવાનો ઉલ્લેખ હતો બાદમાં તેઓનું લીવર બીમારીના લીધે મૃત્યુ થયું હતું.
- જ્યારે તેઓની પત્ની દ્વારા ક્લેમ કરવામાં આવ્યો હતો જેને કંપની દ્વારા લિવરની બીમારી છુપાવી હોવાના કારણસર તેઓનો ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યો હતો.
- આ બાબતે પરિવાર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા આયોગમાં જતા કમિશન દ્વારા વીમા કંપનીએ ફરિયાદીના પતિની ડૉક્ટર દ્વારા તબીબી તપાસ કરાવી હતી ત્યારે કોઈ બીમારી સામે ન આવી હતી આથી માહિતી છુપાવવાના આરોપ પર ક્લેમ નકારી શકાય નહીં તેવો નિર્ણય આપવામાં આવ્યો અને રૂ. 15,40,434ની લોનની બાકી રકમની ચુકવણી બેંકને કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.