- તેઓ ફ્રાન્સની સૌથી મોટી અને સૌથી જૂની લશ્કરી પરેડ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
- આ પરેડમાં ભારતીય સેનાની ટુકડી પણ ભાગ લેશે.
- 14 જુલાઈ, 1789 ના રોજ, બેસ્ટિલ, જે લશ્કરી કિલ્લા અને જેલ તરીકે વધુ જાણીતું છે, તેના પર ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કબજે કરવામાં આવ્યો હતો આ ઘટનાને ફ્રેન્ચ ક્રાંતિની શરૂઆત માનવામાં આવે છે.
- જેના માનમાં વર્ષ 1880થી લગભગ દર વર્ષે 14 જુલાઈએ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડનું આયોજન કરવામાં આવે છે.
- આ દરમિયાન પેરિસમાં સૈન્ય પરેડ કાઢવામાં આવે છે અને આતશબાજી કરવામાં આવે છે.
- આ દિવસને ફ્રાન્સના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.