RBI દ્વારા બેંક ડિજિટલ કરન્સી (CBDC)માં વધુ બેન્ક અને સ્થાનનું વિસ્તરણ કરવામાં આવ્યું.

  • RBI દ્વારા હોલસેલ સેગમેન્ટમાં ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો 1 નવેમ્બર, 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ 1 ડિસેમ્બર, 2022ના રોજ રિટેલ ક્ષેત્રમાં ડિજિટલ રૂપિયાના ઉપયોગની જાહેરાત કરવામાં આવી હતી.
  • આ પાયલોટ પ્રોજેક્ટ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યા હતા.  
  • તાજેતરમાં કરેલ જાહેરાત મુજબ અમદાવાદ, ચંદીગઢ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલાનો પણ તબક્કાવાર પાયલોટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ચાર બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંક સાથે કરવામાં આવી હતી ત્યારબાદ અન્ય ચાર બેંકો બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક પાછળથી જોડવામાં આવી હતી.
  • આવનાર સમયમાં પાંચ વધુ બેંકો  પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક અને ઇન્ડસન્ડ બેંક પાયલોટ પ્રોજેક્ટમાં જોડાવામાં આવશે.
CBDC Pilot Expanded

Post a Comment

Previous Post Next Post