- આ જાહેરાત મુજબ સિક્કિમ રાજ્યના સરકારી કર્મચારીઓને બે થી વધુ સંતાનો થવા પર પગારમાં વધારા સાથે અન્ય લાભ પણ અપાશે.
- આ જાહેરાત કરવાનો ઉદેશ્ય સિક્કિમ રાજ્યમાં સ્થાનિક લોકો વચ્ચે પ્રજનનના દરને વધારવાનો છે.
- ઉલ્લેખનીય છે કે સિક્કિમ રાજ્યની હાલની વસ્તી 6,10,577 છે તેમજ વસ્તીની દૃષ્ટિએ તે ભારતનું 32મું રાજ્ય છે.
- સિક્કિમ રાજ્યની હાલની વસ્તી પ્રતિ વર્ગ કિ.મી.એ ફક્ત 86 જેટલી જ છે.