- Mpox એક વાયરલ રોગ છે અને 100 થી વધુ દેશોમાં તેના કેસની પુષ્ટિ થઈ છે.
- WHO દ્વારા જુલાઈ, 2022 માં mpox ને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી.
- આ પછી નવેમ્બર અને ફેબ્રુઆરીમાં આ સ્થિતિ જાળવી રાખવામાં આવી હતી.
- Mpox ફલૂ જેવા લક્ષણો ધરાવતો રોગ, ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.
- છેલ્લા ત્રણ મહિનામાં તેના કેસોમાં લગભગ 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેથી તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીમાંથી બાકાત કરવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે WHO દ્વારા તાજેતરમાં COVID-19 અંગે પણ જાહેર આરોગ્ય કટોકટીનો અંત જાહેર કરવામાં આવ્યો છે.