- તેઓને ભારત સરકાર દ્વારા માર્ચ 2014માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓએ નીલમત પુરાણનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.
- તેમનો જન્મ 16 ડિસેમ્બર 1931ના રોજ જમ્મુમાં થયો હતો.
- તેઓ ડોગરી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા તેમણે ડેનમાર્કમાં ડોગરી ફોનેટિક્સ પર પણ કામ કર્યું હતું.
- તેઓ વર્ષ 1953 થી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના ડીન અને એચઓડી સાથે તેઓ હિમાચલ, પંજાબ, બનારસ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલ હતા.
- વર્ષ 1995માં રાજ્ય સરકારે તેમને તેમના સાહિત્યિક યોગદાન બદલ સમાજ સેવા માટે સુવર્ણચંદ્રક, વર્ષ 2009-10માં તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને વર્ષ 2010માં, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેમને સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.