- તેઓ ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના CEO તરીકે કાર્યરત છે.
- તેઓ વર્તમાન પ્રમુખ અને CEO યોન મન્ઝી માકોલોનું સ્થાન લેશે અને વર્ષ 2024 સુધી આ પદ પર રહેશે.
- ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એ વિશ્વની સૌથી મોટી એરલાઇન સંસ્થા છે જેમાં લગભગ 300 એરલાઇન્સ છે, જે વિશ્વના હવાઈ ટ્રાફિકમાં લગભગ 83 ટકા ભાગ ધરાવે છે.
- આ સંસ્થા ઉડ્ડયન પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને ગંભીર ઉડ્ડયન મુદ્દાઓ પર નીતિ ઘડવામાં મદદ કરે છે.
- IATA ની સ્થાપના 19 એપ્રિલ, 1945ના રોજ હવાના, ક્યુબામાં કરવામાં આવી હતી. તેની શરૂઆત સમયે, IATAમાં 31 દેશોમાંથી 57 સભ્યો હતા, જેમાં મોટાભાગે યુરોપ અને ઉત્તર અમેરિકાના હતા.
- હાલમાં 120 દેશોના 300 સભ્યો આ જૂથનો ભાગ છે.
- ઉલ્લેખનીય છે કે ટાટા સન્સની માલિકીની એર ઈન્ડિયા ગત અઠવાડિયે ઈસ્તાંબુલમાં યોજાયેલી IATA AGMમાં બોર્ડ ઓફ ગવર્નર્સ માટે ચૂંટાઈ હતી અને ઈન્ડિગોને ભારતીય પ્રતિનિધિ તરીકે સામેલ કરવામાં આવી હતી.