- યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા ઇથોપિયાની અસ્થાયી રૂપે ખોરાક સહાય અટકાવવાનું કારણ ખાદ્ય સામગ્રીની ચોરીની ઘટનાઓ અને ભષ્ટ્રાચારના લીધે આફ્રિકન દેશમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકતી નથી તે આપવામાં આવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા પણ એક દિવસ પહેલા આવી જ જાહેરાત કરવામાં આવી હતી.
- ઇથોપિયામાં દુષ્કાળ અને સંઘર્ષને કારણે લગભગ 10 મિલિયન ઇથોપિયનો ખાદ્ય સહાય પર નિર્ભર છે જેમાંની મોટાભાગની મદદ USAID (યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ) દ્વારા આપવામાં આવે છે.
- UN દ્વારા ખાદ્ય સહાય પૂરી પાડવાના પ્રયોગ તરીકે વર્ષ 1961માં WFPની રચના કરવામાં આવી હતી તેનું WFPનું મુખ્ય મથક રોમમાં છે.
- તેનો પ્રથમ વિકાસ કાર્યક્રમ સુદાનમાં શરૂ કરવામાં આવ્યો હતો.