- તેમનું પુરુ નામ શારદા રાજન અયંગર હતું.
- તેમણે સૂરજ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી જેનું 'તિતલી ઉડી' તેમજ 'દેખો મેરા દિલ મચલ ગયા' ગીત ખૂબજ પ્રસિદ્ધ થયા હતા.
- હિન્દી સિવાય તેમણે તેલુગુ ગીતો પણ ગાયા હતા.
- વર્ષ 1970માં તેણીને 'બાત ઝરા હૈ આપસ કી' ગીત માટે બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
- વર્ષ 2007માં તેમણે પોતે કમ્પોઝ કરેલ આલ્બમ 'અંદાઝ-એ-બયાન ઔર' પ્રસિદ્ધ કર્યો હતો.