ભારતીય સશસ્ત્ર દળો દ્વારા Durand Cup કોલકાતામાં યોજાશે.

  • આ તેની 132મી આવૃત્તિ છે જેમાં 24 ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ 3 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર દરમિયાન શરૂ થશે.
  • આ વખતે તેમાં નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશની ટીમો પણ સામેલ કરવામાં આવશે.
  • આ સાથે 27 વર્ષ પછી વિદેશી ટીમો એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટમાં પરત ફરશે. 
  • આ ઇવેન્ટની મેચ કોલકાતા ઉપરાંત ગુવાહાટી, કોકરાઝાર અને શિલોંગમાં યોજાશે.  
  • ડ્યુરાન્ડ કપ વિશ્વની ત્રીજી સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે, જેમાં દેશભરમાંથી ટોચની ભારતીય ફૂટબોલ ક્લબો ભાગ લે છે. 
  • આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ત્રણ ટ્રોફી આપવામાં આવે છે જેમાં ડ્યુરાન્ડ કપ, શિમલા ટ્રોફી અને રાષ્ટ્રપતિ કપ આપવામાં આવે છે. 
  • શિમલા ટ્રોફી સૌપ્રથમ વર્ષ 1904 માં શિમલાના રહેવાસીઓ દ્વારા એનાયત કરવામાં આવી હતી જ્યારે રાષ્ટ્રપતિ કપ સૌપ્રથમ વર્ષ 1956 માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
  • આ ટ્રોફી ટૂર પ્રોગ્રામ હેઠળ આગામી એક મહિનામાં ત્રણ ટ્રોફી દેશભરમાં ફરશે જેમાં શિમલા, ઉધમપુર, જયપુર, મુંબઈ, પુણે, બેંગલુરુ, ભુવનેશ્વર, કોકરાઝાર, ગુવાહાટી અને શિલોંગ જેવા કેટલાક મોટા શહેરોમાં ટ્રોફી પ્રદર્શિત કરવામાં આવશે.
  • ડ્યુરાન્ડ કપની સ્થાપના વર્ષ 1888 માં થઈ હતી અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રમુખ શ્રી કલ્યાણ ચૌબે છે.
Durand Cup Trophy

Post a Comment

Previous Post Next Post