કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓને 'ભૂમિ સન્માન' એવોર્ડ મળ્યા.

  • આ એવોર્ડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત આપવા આવે છે.
  • ગુજરાતના 3 આદિજાતિ જિલ્લા સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે.
  • ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘Digital India Land Records Modernization Programme (DILRMP)' હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 
  • તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ 6 કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના 6 જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) યોજના અંતર્ગત મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાવમાં આવી છે. 
  • DILRMP યોજનાના કુલ છ અંગભૂત ઘટકો છે જેમાં (1) કમ્પ્યુટરાઈઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ (RoR), (2) ડિજિટલ ઓફ કેડસ્ટ્રલ મેપ્સ/FMBs, (3) લીન્કેજીસ ઓફ RoR વિથ કેડસ્ટ્રલ મેપ્સ, (4) કમ્પ્યુટરાઈઝેશન ઑફ રજિસ્ટ્રેશન, (5) ઇન્ટીગ્રેશન ઑફ રજિસ્ટ્રેશન (SRO) વિથ લેન્ડ રેકોર્ડ્સ (રેવન્યુ ઓફિસ) અને (6) મોર્ડન રેકોર્ડ રૂમનો સમાવેશ થાય છે.
  • આ બધા જ ઘટકોમાં 99% કે તેથી વધુ સફળતાપૂર્વક કામગીરી કરનાર રાજ્યને પ્લેટિનમ સર્ટિફિકેટ, 95% થી 99% સુધી સફળતાપૂર્વક કામગીરી પાર પાડનાર રાજ્યોને ગોલ્ડ સર્ટિફિકેટ તથા 90% થી 95% સુધી સફળતાપૂર્વક કામગીરી કરનારા રાજ્યોને સિલ્વર સર્ટિફિકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે. 
6 districts of Gujarat received 'Bhoomi Samman' awards by the central government.

Post a Comment

Previous Post Next Post