બોલીવૂડનો 69 મો ફિલ્મફેર એવોર્ડ વિતરણ સમારોહ 2024માં ગુજરાતમાં યોજાશે.

  • વર્ષ 2023ની બોલીવૂડ ફિલ્મોને ફિલ્મફેર એવોર્ડ મુંબઇને બદલે અન્ય કોઈ સ્થળે યોજાઈ રહ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે.
  • આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અભિનેતા ટાઈગર શ્રોફની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU સાઈન કરવામાં આવ્યા.
  • આવતા વર્ષે ફેબ્રુઆરી કે માર્ચ માસમાં ગાંધીનગર અથવા અમદાવાદમાં આ એવોર્ડ સમારોહ યોજનાર છે.
  • આ ઇવેન્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ગુજરાત કચ્છનું સફેદ રણ, સાબરમતી આશ્રમ અને દ્વારકા જેવા ઐતિહાસિક સ્થળોથી લઈને ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમૃદ્ધ પ્રવાસન સ્થળો ધરાવે છે, અને ફિલ્મફેર એવોર્ડ્સ આ સ્થળોને હાઇલાઇટ કરશે, જે દેશ-વિદેશનાં પ્રવાસીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોને વધુ એક્સપ્લોર કરવા માટે પ્રોસ્તાહિત કરશે.
Bollywood's 69th Filmfare Awards will be held in Gujarat in 2024.

Post a Comment

Previous Post Next Post